|| જય શ્રી કૃષ્ણ ||
વહાલા જ્ઞાતિજનો
જત મારી આગામી બે વર્ષ એટલે કે 2024 થી 26 ની મુદત માટે કોટીઅર્ક મુકામે પ્રમુખ તરીકે વરણી કરી તે બદલ સર્વે જ્ઞાતિજનોનો હું હૃદય પૂર્વક આભાર માનું છું
આમ તો વર્ષોથી હું મંડળ જોડે જુદા જુદા હોદ્દાઓ ઉપર રહી સેવા આપી રહ્યો છું પણ મને પ્રમુખ તરીકેની મુદત માટે નિમણૂક કરી એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર
આગામી બે વર્ષ માટે મારે આપણા સમસ્ત જ્ઞાતિજનોને શક્ય એટલા નજીક આવે તેવા પ્રયત્નો કરવા છે તેના માટે મારે ધાર્મિક પ્રવાસ,વિદેશ પ્રવાસ,સીનીયર સીટીઝન નો પ્રોગ્રામ,યુવાનો માટે નો પ્રોગ્રામ,આવી રીતે જુદા જુદા કાર્યક્રમો કરવા વિચાર છે મને આશા છે કે સર્વે જ્ઞાતિજનો મારા આ કાર્યક્રમમાં ખૂબ જ સહકાર તથા પ્રેમ થી ભાગ લેશે
આપણા માટે ગૌરવની વસ્તુ છે કે આપણા મોદી પંચ દ્વારા અમદાવાદમાં સરસ એક ઓફિસ સારા લોકેશનમાં રાખી શક્યા છીએ ઉપરાંત હજુ એક બીજું મોટા બિલ્ડીંગનું પણ આયોજન થઈ રહ્યું છે આ કાર્યો માટે દાતાઓનો ખુબ ખુબ આભાર માનીએ છીએ
આપણી જ્ઞાતિની એક વેબસાઈટ તથા મોદી પંચની એપ પણ બનાવેલી છે તેનો સારામાં સારો જ્ઞાતિજનો ઉપયોગ કરી શકે તેવો અમારો પ્રયત્ન રહેશે
આનંદ પણ એ થાય છે કે આપણી જ્ઞાતિમાં હવે ઠાકોરજીની કૃપાથી સારા એવા જ્ઞાતિજનો સુખી સંપન્ન થયા છે પણ થોડાક પણ જ્ઞાતિજનો માટે આપણે સારી મદદ કરી શકીએ તથા જ્ઞાતિ માટે સારામાં સારી સગવડો આપી શકીએ તેના માટે દાનવીરો ની જરૂર રહેશે જે આપણને મળી રહેશે તેવી આશા રાખું છું
આપણા મંડળના કોઈપણ કામ માટે આપણી અમદાવાદ તથા મોડાસાની ઓફિસ નો સંપર્ક કરી માહિતી મેળવી શકો છો ઉપરાંત અમારા હોદ્દેદારોના સંપર્ક કરવાથી પણ આપ માહિતગાર થશો
આપનો
હરેન્દ્ર જયંતીલાલ શાહ(વડોદરા)
મૂળ વતન: મેઘરજ
9974706241