News

કારોબારી મીટીંગ

૧૪:૪૯ Read More કારોબારી મીટીંગ

જય જય શ્રી ગોકુલેશ આપણાં મડળ ની કારોબારો મીટીંગ નીચેના સમય અને સ્થળે રાખવામાં આવી છે તો દરેક સભ્યશ્રી ને હાજર રહેવા માટે નમ્ર વિનંતી છે. તારીખ : ૩૧/૦૮/૨૦૨૫ ને વાર : રવિવાર સમય : સવારે ૧૧-૩૦ કલાકે સ્થળ : આગમન રેસ્ટોરેન્ટ એન્ડ બેનક્વેટ હૉલ , ૧૦૧, કૃપાલ પાઠશાળા, શિવરંજની ક્રોસ રોડ પાસે, સેટેલાઈટ, અમદાવાદ - ૩૮૦૦૧૫

22

Aug

કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા ના વિજેતા

૧૧:૫૦ Read More કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા ના વિજેતા

શ્રીમતી નિકેતાબેન સંજયકુમાર શાહ શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ મહિલા ઉન્નતિ ટ્રસ્ટ મારા મોદીપંચ ના તમામ વડીલો ભાઈ બહેનો અને બાળકો ને જન્માષ્ટમી પર્વ નિમિત્તે મંગલ વધાઈ આપ સૌ જાણો છો જન્માષ્ટમી નિમિતે "કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યુ હતું સ્પર્ધા ના સ્પોન્સરર: શ્રીમતી નિકેતાબેન સંજયકુમાર શાહ સ્પર્ધા તા. 1 જૂન થી શરૂ થઈ 31 જુલાઈ રાત્રી ના 12 વાગ્યા સુધીમાં 176 ભાગ લેનારે પોતાનો કૃષ્ણ ભક્તિ નો ગીત ગાતો વિડિઓ મોકલી આપ્યો જજ દ્વારા 15 ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવ્યા આ નામ તા ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ જાહેર કરવામાં આવ્યા અને આ તમામ ફાઇનલિસ્ટ ના નામ અને ગીત ફેસબુક પર અમારા દ્વારા ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ અપલોડ કરવામાં આવ્યા અને તેમના વોટ્સએપ પર લિન્ક મોકલવામાં આવી આ તમામે શક્ય પ્રચાર કરી Like મેળવવા પ્રયત્ન કર્યો તા. 15 રાત્રે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ Like મેળવનાર પ્રથમ ત્રણ વિજેતા ના નામ તા. 16 જન્માષ્ટમી ના દિવસે જાહેર કરવાના હતા જે અહીં જાહેર કરી રહ્યા છીએ પ્રથમ વિજેતા ને ટ્રોફી અને ૭૦૦૦ રોકડા Dhriva Pinkesh Shah Likes 1400 + દ્વિતીય વિજેતા ને ટ્રોફી અને ૫૦૦૦ રોકડા Vidhi Shah 1300 + તૃતીય વિજેતા ને ટ્રોફી અને ૩૦૦૦ રોકડા Foram B. Shah 1100 + આ ઉપરાંત આપણે ચતુર્થ ઈનામ 2000 + ટ્રોફી વિશેષ જાહેર કરીએ છીએ Hiral D. Shah 1000 + ભાગ લેનાર તમામ ને પરિવાર દીઠ લહાણી (ગિફ્ટ) પ્રમુખ શ્રીમતી મીતાબેન વિપુલભાઈ શાહ દ્વારા આપવામાં આવશે ભાગ લેનાર તમામ નો અને સ્પર્ધા ના સ્પોન્સરર નિકેતાબેન સંજયકુમાર શાહ તેમજ જજ તરીકે નિર્ણય આપનાર શ્રી હસમુખભાઈ ધોળકિયા નો ખુબ ખુબ આભાર તમામ ફાઇનલિસ્ટ અને ભાગ લેનાર ને ઓક્ટોમ્બર ના અંત પહેલા વોટ્સએપ દ્વારા e certificate મોકલવામાં આવશે.

16

Aug

કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા નું ફાઇનલ લિસ્ટ

૧૨:૪૩ Read More કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા નું ફાઇનલ લિસ્ટ

સર્વે જ્ઞાતિજનો ને જય જય શ્રી ગોકુલેશ !!! આપણા સમસ્ત મોદી પંચ મહિલા ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ ભક્તિ ની ઓનલાઇન સ્પર્ધા રાખવામાં આવેલ છે જે ખૂબ જ પ્રશંસનીય છે. આટલું સરસ પ્લાનિંગ કરી અને સ્પર્ધામાં આટલા બધા જ્ઞાતિજનોએ ભાગ લીધેલ છે જે ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે. કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધામાં નીચેના જે પંદર નામ છે તે જ્ઞાતિજનો ફાઇનલ લિસ્ટમાં છે. ૧૦૨ - વિધિ શાહ – સાઠંબા, ૧૦૩ - ધૃવા પીનકેશ શાહ – વડોદરા, ૧૦૪ - અર્ચના અલ્પેશ શાહ – મુંબઈ, ૧૫૬ - શરદ સી. શાહ – વડોદરા, ૧૬૧ - ફોરમ બી. શાહ – અમદાવાદ, ૧૬૬ - હરેન્દ્રભાઈ જે. શાહ – વડોદરા, ૧૭૪ - વર્ષાબેન એન. શાહ – વડોદરા, ૧૮૫ - શોભનાબેન ધુવાડ – વડોદરા, ૨૦૩ – નિધિ શાહ – મોડાસા, ૨૨૮ – અમિત એસ. શાહ – અમદાવાદ, ૨૩૦ – શ્રેયા જે. શાહ – અમદાવાદ, ૨૩૨ – દિપ્તીબેન પી. શાહ – મુંબઈ, ૨૩૬ – મયૂરી એ. શાહ – અમદાવાદ, ૨૪૪ – હિરલબેન ડી. શાહ – વડોદરા, ૨૬૬ – શ્વેતા બી. શાહ – અમદાવાદ, જે જ્ઞાતિજનનું નામ આ લિસ્ટ મા ન હોય તેઓ ફાઇનલ ૧૫ માં નહીં હોય તેવું સમજી લેવું🙏

11

Aug

કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા

1:50 Read More

આદરણીય વડીલો, પરિવાર ના ભાઈ બહેનો અને વ્હાલા બાળકો, કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા નું આયોજન આપણા મોદી પંચ મહિલા ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ઘણી એન્ટ્રી આવી છે પણ હજુ ઘણી વધારે એન્ટ્રી ની અપેક્ષા છે અંતિમ દિવસ નજીક આવતો જાય છે તો દરેક ને પોતાનો વિડિઓ 9429800100 પર વ્હોટસએપ કરી ભાગ લેવા વિનંતી આપણે રોજ આપણા પ્રભુ પાસે જે કિર્તન કરીએ છીએ તેનું જ રેકોર્ડિંગ મોકલવાનું છે તો પછી રાહ કોની જુવો છો વડીલો બાળકો અને પરિવાર ની દીકરી પણ જરૂર ભાગ લે પરિવારજનો આ કોઈ ટીવી જેવી સ્પર્ધા નથી કે રાગ અને તાલ સાથે રજૂ કરવાનું છે બસ મુક્ત મને ગાવ અને રેકોર્ડિંગ વ્હોટસએપ કરો જોજો પછી ફાઈનલિસ્ટ જોઈ મન એમ ન વિચારે કે આનાં કરતાં તો હું સરસ ગાઈ શકું છું તો ચાલો હવે આ રવિવાર નો ઉપયોગ ભક્તિ ગીત ની એન્ટ્રી મોકલવા કરીએ આપની આભારી  મીતા શાહ

09

Jul

રાહત દરે ફૂલસ્કેપ ચોપડા

13 :15 Read More રાહત દરે ફૂલસ્કેપ ચોપડા

સર્વેને જય જય શ્રી ગોકુલેશ.. સર્વે મોદી પંચના જ્ઞાતિ મિત્રો.. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે વિદ્યાર્થીઓ માટે રાહત દરના ફૂલ સ્ટેપ ચોપડાનું વિતરણ કરવાનું છે તો આપના બાળકો માટે મંડળના નિયમ મુજબ ચોપડાની નોંધણી કરાવશો ચોપડા લગભગ 15 મી મે પછી આવશે ચોપડા ના વિતરણ માટે. ધો .૧ થી ૪ - વિધ્યાર્થી દીઠ 1 ડઝન. ધો.૫ થી ૯ , ૧૧ અને કોલેજ માટે - વિધ્યાર્થી દીઠ 2 ડઝન. ધોરણ 10 અને ૧૨ માટે 3 ડઝન ચોપડા મળી રહેશે. જેમાં. નામ/ફાધર નામ/ standard/area/native place/mobile number લખવા. જેમના ઓનલાઇન ફોર્મ ભરેલ છે તેમની માર્કશીટ ચેક કરી તે પ્રમાણે આપવામાં આવશે આપના બાળકો માટે મંડળના નિયમ મુજબ ચોપડાની નોંધણી કરાવશો જે માટેનું google ફોર્મ નીચેની લીંક માં આપેલ છે જે ફોર્મ ભરવું ફરજીયાત છે https://forms.gle/oWSAz3Cc44uuXqga7 ચોપડા લગભગ 15 મી મે પછી આવશે.. ચોપડાનું વિતરણ મંડળની ઓફિસથી કરવામાં આવશે એક ડઝનના સો રૂપિયા(Rs.100) લેવાના નક્કી કરેલ છે. જેની સર્વે નોંધ લેશો..

05

May

MODI PANCH YUVA PANKH BUSINESS CONCLAVE - 2025

13:41 Read More BUSINESS CONCLAVE - 16/3/2025, VADODARA

મોદીપંચ યુવાપાંખ દ્વારા ભવ્ય બિઝનેસ કોન્ક્લેવનું સફળ આયોજન! આજ રોજ વડોદરા ખાતે યોજાયેલી “મોદીપંચ બિઝનેસ કોન્ક્લેવ – 2025” એક ઇતિહાસિક અને સ્ફૂર્તિદાયક ઈવેન્ટ સાબિત થઈ. સમાજના ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકો, સ્ટાર્ટઅપ્સ, અને નોકરીયાત લોકો માટે આ કોન્ક્લેવ એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ બન્યું. ✅ 150+ થી વધુ પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો ✅ સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે ઉદ્દીપક ચર્ચાઓ ✅ મોદીપંચ સમાજના ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે નવા માઈલસ્ટોન ✅ સપ્ટે બ્લિઝ, પેનલ ડિસ્કશન અને નેટવર્કિંગ સત્રો 🔹 વિશેષ ઉપસ્થિતિ: આ ઇવેન્ટમાં સામાજિક આગેવાનો, ઉદ્યોગ જગતના જાણકારો, અને સ્પેશિયલ ગેસ્ટ્સે હાજરી આપી, જેઓએ સમાજના વિકાસ માટે બિઝનેસ અને વ્યાવસાયિક ઉન્નતિની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો. 🔹 સફળ આયોજન માટે વિશેષ આભાર: યુવા પાંખ પ્રમુખ સમીર શાહ અને ટીમ દ્વારા ભવ્ય આયોજન કરાયું .આ પ્રોગ્રામ /ટોટલ ઈવેન્ટ નું સફળ સંચાલન ટ્રસ્ટી શ્રી નિશાંત શાહ અને સાથે હેતાબેન દેવાંગ ભાઈ શાહે કર્યું હતું આ કોન્ક્લેવને સફળ બનાવવા માટે તમામ સ્પોન્સર્સ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને ચીફ ગેસ્ટ અને પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર્સનું મૌલિક યોગદાન રહ્યું, જેમના સહકાર વિના આ ભવ્ય ઈવેન્ટ સંભવ ન હોત. 💡 આ કોન્ક્લેવ એક નવો ઉર્જાવાન આરંભ સાબિત થશે, જેનાથી મોદિ પંચ સમાજના ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકોને નવી દિશા મળશે.

16

Mar

ધાર્મિક પ્રવાસનું આયોજન

15:44 Read More ધાર્મિક પ્રવાસની વિગત

સર્વે મોદી પંચ કુટુંબીજનો જત આપણા મોદી પંચ મંડળ દ્વારા એક ધાર્મિક પ્રવાસનું આયોજન કરેલ છે તે 10 મી એપ્રિલ ની આસપાસ છે તથા 19 મી એપ્રિલે પાછા આવીશું, જે બનારસ થી શરૂ થઈ ચરણાટ, ચિત્રકૂટ, પ્રયાગ, અડેલ, અયોધ્યા, નૈમિશિયારણ્ય, લખનઉ થી પાછા આવીશું પ્રવાસની ડિટેલ્સ નીચે આપેલ છે. ⁕ વ્યક્તિ દીઠ પ્રવાસ ની કિંમત ₹23,000 છે તથા તમારા સ્થળથી બનારસ જવાનું તથા લખનઉ થી પાછા આવવાનું ટ્રેન , ફ્લાઇટ જેમાં આવવું હોય તેનો ખર્ચો અલગ રહેશે. ⁕ આપને આ પ્રવાસમાં આવવું હોય તો નીચે આપેલ આપણા સમાજના રીપ્રેઝન્ટેટિવ ને પોતાનું નામ તથા ખર્ચની એમાઉન્ટ (શરૂઆત માં ટ્રેન ભાડું તથા બુકિંગ ના Rs ૫૦૦૦/ )જમા કરાવવાની રહેશે બાકીની રકમ ૩૧ જાન્યુઆરી પછી આપવાની રહેશે. વધુ માહિતી રીપ્રેઝન્ટેટિવ પાસેથી મળી જશે. શક્ય હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ ના નામ જોડે લખાવશો જેથી ટ્રેનમાં તમારી સીટ જોડે આવી શકે પ્રવાસમાં આવવા માટે મોડામાં મોડું 31 જાન્યુઆરી સુધીમાં નામ તથા પૈસા જમા કરાવવાના રહેશે. ⁕ પ્રવાસ માટેનું ફોર્મ વેબસાઇટ તથા MEVK ની મોબાઈલ એપ માંથી ડાઉનલોડ કરવાનું રહેશે. આપના સમસ્ત મોદી પંચ હોદ્દેદારો 💐 *ટૂર પ્રતિનિધિ* 💐 અમદાવાદ હેમાંગ આર શાહ - 9426514069 વિરલ પી શાહ - 7048194124 વડોદરા જયેશ એમ શાહ - 9825324800 સમીર આર શાહ - 9924399577 મિતેષ એન શાહ - 9427341048 મોડાસા હિતેશ એ શાહ - 9825837367 Chirag Shah - 9099505040 નિલેશ ઓ શાહ - 9898843802 નડિયાદ ધવલ બી શાહ - 8320817488 બાયડ કિર્તીભાઇ શાહ - 9428063076 મિલન પી શાહ - 9427304859 સુરત ચિરાગ એચ શાહ - 9824191498 Kakanpur પ્રફુલભાઈ એસ શાહ - 9429846932 મુંબઈ અમરીશ જે શાહ - 9820216655 ભદ્રેશ કે શાહ - 9833886288

08

Jan

AGM - 22

10:00 Read More Annual Audited Report cum AGM Circular

Annual General Meeting with Audited A/c Discussion

16

Oct

Next Meeting

Read More Karobari Meeting Gabat (કારોબારી મીટીંગ ગાબટ )

Karobari Meeting At Gabar on Date 10/08/2022

14

Aug