Home
About
Vastipatrak
Events
Donors
Matrimonial
Gallery
Contact
Login
President Statement
Home
About Us
President Statement
Shri Modasa Ekda Visha Khadayata Kedavani Mandal
Shri J B Shah Tabibi Sahay Society
Shri Modasa Ekda Visha Khadayata Mahila Unnati Mandal
Shri Modasa Ekda Visha Khadayata Utkarsh Mandal
Shree Modasa Ekda Visha Khadayta Modi Punch Yuva Trust
શ્રી ચિરાગભાઈ હસમુખલાલ શાહ
Shri J B Shah Tabibi Sahay Society
|| જય શ્રી કૃષ્ણ ||
વહાલા જ્ઞાતિજનોને જય જય શ્રી ગોકુલેશ.
કોટયૅક મુકામે મળેલી સામાન્ય સભામાં મારી પ્રમુખ તરીકે ની વરણી કરી તે બદલ સૌ જ્ઞાતિજનો નો આભાર માનું છું.
હું છેલ્લા ઘણા વર્ષોથી મોદી પંચની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલો છે. ખાસ કરીને જે બી શાહ તબીબી સહાય સોસાયટીમાં મેં છેલ્લા દસ વર્ષથી ઉપપ્રમુખ તરીકે કામ કર્યું છે. મેં અનુભવ્યું છે કે આપણે સમાજના જરૂરીયાતમંદ જ્ઞાતિજનોની વૈદકીય મદદ માટે જે અરજીઓ આવે છે તેમને આપણે પુરતી મદદ આપી શકતા નથી. જેનું કારણ આપણુ ભંડોળ ઓછુ છે. વ્યાજની આવક સીમિત હોવાથી આપણે મદદ કરી શકતા નથી.
મારું ધ્યેય ભંડોળ વધારવાનું છે તે માટે આપ સૌની જરૂર છે. આપણા સમાજના ઘણાબધા જ્ઞાતિજનો ઘણા સુખી અને સંપન્ન છે જ્યારે આપણે આપણા સમાજના જ્ઞાતિજનોને વૈદકીય સારવાર માટે પૂરતી મદદ આપી શકતા નથી. આ માટે હું આપસૌ જ્ઞાતિજનોને વિનંતી કરું છું કે આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ દાન નો પ્રવાહ વહાવશો જેથી જરૂરિયાતમંદ સભ્યોને સહાય કરી શકાય. આશા રાખું છું કે આપ સૌ મારી વિનંતી ને ધ્યાન માં રાખી ભંડોળ વધારવામાં મદદ કરશો.
આ માટે મારા સાથી હોદ્દેદારો નો સંપર્ક કરી શકો છો.
આપનો જ્ઞાતિજન
ચિરાગભાઈ હસમુખલાલ શાહ
સુરત (વતન : મેઘરજ)
૯૮૨૪૧૯૧૪૯૮
Know About More
History
President Statement
Commitee Members
Trusts & Members
Activites to Help