Events

"કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા"

13:40 "કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા"

શ્રીમતી નિકેતાબેન સંજયકુમાર શાહ શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ મહિલા ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ઓનલાઇન "કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ પરિવાર ના કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે (વડીલો, પુરુષ, મહિલા કે બાળકો) આ ઉપરાંત પરિવાર ની દીકરી (ક્યાંય પણ પરણેલી હોય) પણ ભાગ લઈ શકશે. એક વ્યક્તિ એકજ ભક્તિ ગીત મોકલી શકશે સ્પર્ધા ના સ્પોન્સરર : શ્રીમતી નિકિતાબેન સંજયકુમાર શાહ સ્પર્ધા તા. 1 જૂન થી શરૂ થશે 31 જુલાઈ રાત્રી ના 12 વાગ્યા સુધીમાં ભાગ લેનારે પોતાનો કૃષ્ણ ભક્તિ નો ગીત ગાતો એક વિડીયો વૉટ્સએપ થી 9429800100 પર મોકલવાનો રહેશે જેમાં ભાગ લેનારે ગીત ગાતા કોઈ વાજિંત્ર કે અન્ય કોઈ બેકગ્રાઉન્ડ સંગીત નો ઉપયોગ કરવો નહીં જેમાં ભાગ લેનારે ભક્તિગીત અનુરૂપ વસ્ત્રો પહેરવાના રહેશે સાથે આપનું નામ એડ્રેસ અને email મોકલશો આપના દ્વારા એન્ટ્રી અને વિગત મળ્યા બાદ આપને એક ટોકન નંબર આપવામાં આવશે. જજ દ્વારા ગાયકી, વસ્ત્ર પરિધાન અને હાવભાવ ને ધ્યાનમાં લેવામાં આવશે અને ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવશે આ નામ આપણી મોડાસા એકડા મોદી પંચ ની વેબસાઇટ ઉપર તા ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ મૂકવામાં આવશે અને ફાઇનલિસ્ટ ને વૉટ્સએપ થી જાણ કરવામાં આવશે. જજ તરીકે છેલ્લા 35 વર્ષ થી હવેલી માં કિર્તનકાર તરીકે સેવા આપતા અને હવેલી કિર્તન ના ક્લાસ ચલાવતા શ્રી હસમુખભાઈ ધોળકિયા નિર્ણય આપશે જેમનો નિર્ણય સર્વ માન્ય રાખવામાં આવશે આ તમામ ફાઇનલિસ્ટ ના નામ અને ગીત ફેસબુક પર અમારા દ્વારા ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ અપલોડ કરવામાં આવશે અને આપના વોટ્સએપ પર લિન્ક મોકલવામાં આવશે જો આપ ફાઇનલિસ્ટ હોવ તો આપે અમે જે આપનું નામ સાથે કૃષ્ણ ભક્તિ ગીત અપલોડ કર્યું છે તેને ફેસબુક દ્વારા Like મેળવવાના રહેશે તા. 15 રાત્રે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ Like મેળવનાર પ્રથમ ત્રણ વિજેતા ના નામ તા. 16 જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણ જન્મ પહેલા આપણી મોદીપંચ ની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે અને વિજેતા ને વૉટ્સએપ થી અને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. પ્રથમ વિજેતા ને ટ્રોફી અને ૭૦૦૦ રોકડા દ્વિતીય વિજેતા ને ટ્રોફી અને ૫૦૦૦ રોકડા તૃતીય વિજેતા ને ટ્રોફી અને ૩૦૦૦ રોકડા તમામ ફાઇનલિસ્ટ અને ભાગ લેનાર ને વોટ્સએપ દ્વારા e certificate મોકલવામાં આવશે.

31

May

ધાર્મિક પ્રવાસ નું આયોજન

13:00 પ્રવાસ ની વિગત

સર્વે મોદી પંચ કુટુંબીજનો જત આપણા મોદી પંચ મંડળ દ્વારા એક ધાર્મિક પ્રવાસનું આયોજન કરેલ છે તે 10 મી એપ્રિલ ની આસપાસ છે તથા 19 મી એપ્રિલે પાછા આવીશું, જે બનારસ થી શરૂ થઈ ચરણાટ, ચિત્રકૂટ, પ્રયાગ, અડેલ, અયોધ્યા, નૈમિશિયારણ્ય, લખનઉ થી પાછા આવીશું પ્રવાસની ડિટેલ્સ નીચે આપેલ છે. ⁕ વ્યક્તિ દીઠ પ્રવાસ ની કિંમત ₹23,000 છે તથા તમારા સ્થળથી બનારસ જવાનું તથા લખનઉ થી પાછા આવવાનું ટ્રેન , ફ્લાઇટ જેમાં આવવું હોય તેનો ખર્ચો અલગ રહેશે. ⁕ આપને આ પ્રવાસમાં આવવું હોય તો નીચે આપેલ આપણા સમાજના રીપ્રેઝન્ટેટિવ ને પોતાનું નામ તથા ખર્ચની એમાઉન્ટ (શરૂઆત માં ટ્રેન ભાડું તથા બુકિંગ ના Rs ૫૦૦૦/ )જમા કરાવવાની રહેશે બાકીની રકમ ૩૧ જાન્યુઆરી પછી આપવાની રહેશે. વધુ માહિતી રીપ્રેઝન્ટેટિવ પાસેથી મળી જશે. શક્ય હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ ના નામ જોડે લખાવશો જેથી ટ્રેનમાં તમારી સીટ જોડે આવી શકે પ્રવાસમાં આવવા માટે મોડામાં મોડું 31 જાન્યુઆરી સુધીમાં નામ તથા પૈસા જમા કરાવવાના રહેશે. ⁕ પ્રવાસ માટેનું ફોર્મ વેબસાઇટ તથા MEVK ની મોબાઈલ એપ માંથી ડાઉનલોડ કરવાનું રહેશે. આપના સમસ્ત મોદી પંચ હોદ્દેદારો 💐 *ટૂર પ્રતિનિધિ* 💐 અમદાવાદ હેમાંગ આર શાહ - 9426514069 વિરલ પી શાહ - 7048194124 વડોદરા જયેશ એમ શાહ - 9825324800 સમીર આર શાહ - 9924399577 મિતેષ એન શાહ - 9427341048 મોડાસા હિતેશ એ શાહ - 9825837367 Chirag Shah - 9099505040 નિલેશ ઓ શાહ - 9898843802 નડિયાદ ધવલ બી શાહ - 8320817488 બાયડ કિર્તીભાઇ શાહ - 9428063076 મિલન પી શાહ - 9427304859 સુરત ચિરાગ એચ શાહ - 9824191498 Kakanpur પ્રફુલભાઈ એસ શાહ - 9429846932 મુંબઈ અમરીશ જે શાહ - 9820216655 ભદ્રેશ કે શાહ - 9833886288

09

Jan

કારોબારી મીટીંગ 2024-2026

10:30 am સ્વાગતમ બૅન્કવેટ હોલ, છાણી રોડ, વડોદરા

આપણાં મંડળ ની કારોબારી સભા તારીખ 15-12-2024 ને રવિવાર ના રોજ સવારે 10:30 કલાકે વડોદરા મુકામે રાખેલ છે તો સૌને હજાર રહેવા નમ્ર વિનંતી છે.

15

Dec

Photographs of Shatabdi Mahotsav

Shatabdi Mahotsav Celebration Photos

Every One can look at the Photos of our Shatabdi Mahotsav on this Link.. https://drive.google.com/drive/folders/1Pri_YsprI8kicFF7sXw6wDVtqA4UydGI?usp=share_link

16

Jan

Shatabdi Mahotsav Celebration

7:30 AM Shatabdi Mahotsav Celebration

શ્રી ગોકુલેશ પ્રભુ ની અસિમ કૃપા થી આપણાં મંડળ ના શતાબ્દી મહોત્સવ રાખેલ છે, તે નિમિત્તે આપ સર્વ ને આ ભવ્ય કાર્યક્રમ દીપાવવા માટે ભાવ ભીનું આમંત્રણ છે.

18

Dec

AGM - 22

10:00 Annual Audited Report cum AGM Circular

Annual General Meeting with Audited A/c Discussion

16

Oct

Karobari Meeting

10:30 A.M Karobari Meeting

સ્નેહી શ્રી, આપણા મંડળ ની કારોબારી સભા તા. ૧૪/૦૮/૨૦૨૨ ને રવિવારે સવારે 10:30 કલાકે ગાબટ મુકામે રાખેલ છે તો સમય સાર હાજર રહેવા વિનંતી છે. સભા નું સ્થળ : ગાબટ સભા નો સમય : તા. ૧૪/૦૮/૨૦૨૨ સવારે 10.30 કલાકે

14

Aug

KAROBARI MEETING

10:00 KAROBARI MEETING

સ્નેહી શ્રી, આપણા મંડળ ની કારોબારી સભા તા. 26.06.2022 ને રવિવારે સવારે 10:00 કલાકે અમદાવાદ મુકામે રાખેલ છે તો સમય સાર હાજર રહેવા વિનંતી છે. સભા નું સ્થળ : સુભારતી પ્રાર્થના ભવન, સી. કે. ખડાયતા છાત્રાલય, ગુલભાઈ ટેકરા, અમદાવાદ . સભા નો સમય : તા. 26.06.2022 સવારે 10.00 કલાકે

26

Jun

Next Meeting

10.00 Karobari meeting Baroda

Karobari meeting at Baroda on date 06-03-2022

06

Mar