Home
About
Vastipatrak
Events
Donors
Matrimonial
Gallery
Contact
Login
History
Home
About Us
History
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ તથા કેળવણી મંડળ નું અવલોકન
ખડાયતાઓની વસ્તી મોટે ભાગે ઉમરેઠ, નડિયાદ તથા મોડાસા ગામના વિસ્તારોમાં હતી. પરંતુ તેમાં ઉમરેઠ તથા નડિયાદના ખડાયતાઓની વસ્તિ વધારે હતી. તેઓ આપણા પ્રદેશની કન્યાઓ લઇ જતા હતા, પરન્તુ તેમની કન્યાઓ આપતા નહી. આથી આશરે દોઢસો વર્ષ અગાઉ મૉડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ ની સ્થાપના થયાનું સંવત 1905 ના સૌથી જુના ચોપડા ના દસ્તાવેજ ના આધારે ગણી શકાય. વિશા ખડાયતા ના એકડા નો વહીવટ મોદી જમનાદાસ વરખવદાસ ના નામ થી ચાલુ થયો. આ એકડા નું બંધારણ મોદી કુટુંબ ના જમનાદાસ વરખવદાસ તથા તેમના ભાઈઓએ ઘડયું.
સંવત 1920-21 ગાળામાં કોવાડિયા પક્ષ તરીકે એક તડ પડયું. પરંતુ વિશા ખડાયતા પંચનુ કાર્ય સંયુકત વિધિ રીતે ચાલતુ અને કન્યાઓ ની આપ-લે ના પ્રશ્નો તથા લ્હાણી વહેંચવા માટેના કાર્ય સંયુકત રીતે કરવામાં આવતા હતા.
સંવત 1937-38 માં કોટ્યર્ક મંદિરનો વહિવટ પણ મોદીપંચ તથા કોવડિયા પંચોએ સંયુકત રીતે કર્યો. આ ઇતિહાસ બતાવે છે કે આપણો એકડો રચવામાં ખાસ કરીને કન્યાઓ ની આપ-લે ના પ્રશ્નોએ મહત્વનો ભાગ ભજવ્યો. આજ કારણસર 100 ઘરનો સાઠંબા સમુદાય પણ અસ્તિત્વમા આવ્યો.
સંવત 1973 માં કોવાડિયા અને મોદીપંચ વાસ્તવમાં જુદા પડયા. સંવત 1977 માં મેઘરજ મુકામે આપણા મોદીપંચનુ મોટું સંમેલન ભરાયું. તેમાં મોદીપંચની બહાર કન્યાની આપ-લે કરવી નહિ તેવો ઠરાવ કર્યો અને જુદા જુદા ગામે પંચ ભેગુ કરી સારો એવો સમય રહી વિવાહ વગરના રહી ગયેલ વ્યક્તિઓના વિવાહ કરાવી આપવામાં સક્રિય ફાળો આપ્યો.
સંવત 1977 (સને 1920) ના ગાળામાં મોડાસા મુકામે મોદીપંચ ભેગુ થયુ. જેની કાર્યવાહી લગભગ 20 દિવસ ચાલી. ઘણા સુધારા વધારા સાથેના ઠરાવો કરવામા આવ્યા અને તેના પરિપાકરુપે શ્રી મોદીપંચ કેળવણી મંડળ અસ્તિત્વમાં આવ્યું. સને 1920ના જ વર્ષમાં સ્વ. શ્રી ભોગીલાલ દામોદરદાસ શાહ તથા સ્વ. શ્રી પુરષોત્તમદાસ ગોકળદાસ શાહ તથા સ્વ. શ્રી ભાઈચંદદાસ માણેકચંદદાસ શાહ ની સૂઝ અને સમજણથી આપણા કેળવણી મંડળનું કાર્ય આગળ વધ્યું. આ મહાનુભાવોએ કેળવણી મંડળને વહીવટીય રીતે યોગ્ય બનાવી તથા તેને સ્થિર કરવામાં સને 1933-34 સુધી ના સમયગાળામાં પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે રહી સુંદર કાર્ય કર્યું. આજ રીતે સને 1958-59 ના સમયગાળા સુધી સતત સેવાઓ ચાલુ રાખી અને આઝાદી પછીના સમયગાળા માટે કેળવણી મંડળને સજ્જ કર્યું.
Know About More
History
President Statement
Commitee Members
Trusts & Members
Activites to Help